મોરબીમાં દારૂના અડ્ડા બેફામ બન્યા છે અને દારૂબંધીના તો જાણે લીરે લીરા ઉડી રહ્યા છે, અવારનવાર દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે મોરબીના વાવડી રોડ પર આવેલા કારીયા સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 12 બોટલ કિં રૂ.6 હજારનો મુદામાલ એ ડીવીઝન પોલીસે જપ્ત કર્યો છે જો કે, આરોપી સ્થળ પરથી નાસી જતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના વાવડી રોડ પર આવેલા કારીયા સોસાયટીમાં રામદેવ પીર મંદિર વાળી શેરીમાં રહેતા આરોપી મનીષભાઈ દેવકરણભાઈ ખાણઘર એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 12 બોટલ કિં.રૂ.6 હજારનો મુદામાલ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

