વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદીરે ગત તા.3 અને 4 ના રોજ લોકમેળો યોજાયો હતો. લોકમેળામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાના સીધા માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. બી.વી.પટેલ તથા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ સતત ખડેપગે જોવા મળી હતી.
ત્યારે જડેશ્વર મેળામાં માહીનુરબેન (ઉ.વ.8) તેના પરિવારથી વિખૂટી પડી જતા તેના વાલીવારસની શોધખોળ કરી તેના માતા નીલોફરબેન વા./ઓ. ઇરફાનભાઇ ગનીભાઇ બાદી રહે.આટકોટ વાળાને, એક 4 વર્ષનુ બાળક મળી આવતા તેના માતા હર્ષાબેન વા./ઓ. અજયભાઇ કનુભાઇ પીપળીયા રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી જી.મોરબી વાળાને, નીલેશ (ઉ.વ.3) મળી આવતા તેના પિતા દિલીપભાઇ બીસનભાઇ અમલીપર તથા માતા રમતીબેન રહે.હાલ વાંકીયા ગામની સીમ ઇમરાનભાઇની વાડીએ તા.વાંકાનેર વાળા, રાહુલ (ઉ.વ.9) મળી આવતા તેના પિતા બેતાલભાઇ ભવાનભાઇ મેળા તથા માતા મીણકીબેન રહે.અરણીટીંબા ગામની સીમ ઉસ્માનભાઇ શેરસીયાની વાડીએ તા.વાંકાનેર મુળ રહે.સોરવા તા.સુરવા જી.અલીરાજપુર(એમ.પી) વાળા સહિત કુલ 23 બાળકોની ખરાઇ કરી તેના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા.
એટલું જ નહીં વયોવૃદ્ધ માણસોને તેના પરિવારજનો સાથે મીલન કરાવી વાંકાનેર તાલુકા પોલીસે માનવતા મહેકાવી હતી.

