HomeMorbiHalvadહળવદના યુવકને ઝઘડો થતા સમાધાન કરવા જતા માર પડ્યો, જાનથી મારી નાખવાની...

હળવદના યુવકને ઝઘડો થતા સમાધાન કરવા જતા માર પડ્યો, જાનથી મારી નાખવાની ધમકી

હળવદમાં રહેતા યુવકને એક શખ્સ સાથે ઝઘડો થતા સમાધાન માટે સાથીઓ સાથે હળવદમાં બાપા સીતારામ મઢુલી સામે આવેલા કોમ્પલેક્ષ પાસે જતા સમાધાનની વાતચીત દરમિયાન આરોપીએ યુવકને છરીથી ઇજા કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, હળવદ ભવાનીનગર લાંબી દેરી રામાપીર ચોક પાસે રહેતા અરવિંદભાઈ રામજીભાઈ સુરાણી (ઉ.વ.19) એ આરોપી સાહિદ ઉર્ફે સાહિલ અનવરભાઈ મકરાણી રહે. ભવાનીનગર ઢોરો હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને આરોપી સાથે ઝગડો થયો હતો જેના સમાધાન માટે સાથીઓ સાથે બાપા સીતારામ મઢુલી સામે આવેલ કોમ્પ્લેક્ષ પાસે જતા સમાધાનની વાત-

ચીત દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી મારી નાખવાના ઇરાદાથી છરીથી હુમલો કરી એક ઘા ફરીયાદી ગળાના ભાગે મારી ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular