મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમની સંગ્રહ ક્ષમતા 100% સુધી પૂરાઈ જતા ડેમના 2 દરવાજા 2 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ રહેતા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સેક્શન અધિકારી બી.સી. પનારા (મચ્છુ-૨ ડેમ સાઇટ – જોધપર) દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ, ડેમના નીચવાસના ગામોના નાગરિકોને સાવચેત રહેવા, નદીના પટમાં અવરજવર ન કરવા, માલ-મિલકત સુરક્ષિત સ્થળે ખસેડવા તથા ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા જણાવવામાં આવ્યું છે.
પ્રભાવિત ગામોમાં જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાનિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી.)નો સમાવેશ થાય છે.
ડેમની હાલની સ્થિતિ ભરપુર સપાટી (FRL) – 57.30 ફુટ / 187.94 મીટર, હાલની સપાટી – 57.30 ફુટ / 187.94 મીટર, જથ્થો – 3104.40 MCM, ઇનફ્લો – 2592 ક્યુસેક, આઉટફ્લો – 2592 ક્યુસેક છે.

