Wednesday, May 6, 2026
HomeGujaratખેડૂતોના હક્ક માટે આમ આદમી પાર્ટી મેદાનમાં, કળદા પ્રથા અને પોલીસ અત્યાચાર...

ખેડૂતોના હક્ક માટે આમ આદમી પાર્ટી મેદાનમાં, કળદા પ્રથા અને પોલીસ અત્યાચાર વિરુદ્ધ મોરબીમાં આવેદન આપવામાં આવ્યું

Advertisement
Advertisement

આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ખેડૂતોને સાથે રાખી ખેડૂતો સાથે થતી કળદા પ્રથા તથા યાર્ડની અંદર થતા શોષણને તાત્કાલિક બંધ કરાવવા માટે આવેદન આપવામાં આવ્યું હતું.

પાર્ટી તરફથી બોટાદ ખાતે ખેડૂત મહાપંચાયત દરમિયાન ખેડૂતો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અને અત્યાચારનો કડક વિરોધ પણ નોંધાવવામાં આવ્યો. સાથે સાથે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, પ્રવિણભાઈ રામ સહિત અન્ય ખેડૂતો ઉપર દાખલ કરાયેલા ખોટા કેસો પાછા ખેંચવા અને નિર્દોષ ખેડૂતોને મુક્ત કરવાની માંગણી પણ કરવામાં આવી.

આ પ્રસંગે પંકજ રાણસરિયાએ મોરબી જિલ્લાના ખેડૂતોને આહવાન કર્યું કે “આવનારા સમયમાં જો ખેડૂતોને દબાવવાનો પ્રયત્ન થશે તો ખેડૂતના દીકરાના નાતે જેમ પાવડો લઈને પાણી વળતા આવડે છે, તેમ હક્ક માટે પાવડો ઉપાડવામાં પણ પાછા નહીં રહીએ.”

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular