Wednesday, May 6, 2026
HomeGujaratગુજરાતના નવા મંત્રીમંડળને ખાતાંની ફાળવણી પૂર્ણ, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શ્રમ અને...

ગુજરાતના નવા મંત્રીમંડળને ખાતાંની ફાળવણી પૂર્ણ, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શ્રમ અને રોજગાર ખાતાની જવાબદારી

Advertisement
Advertisement

ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે સંપન્ન થઈ હતી. શપથ બાદ નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક આશરે સાડા એક કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ નવા મંત્રીઓને ખાતાં ફાળવી આપ્યા હતા.

નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવીને ગૃહ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ ગૃહ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલે) તરીકે કાર્યરત હતા. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શ્રમ અને રોજગાર ખાતું સોંપવામાં આવ્યું છે.

મુખ્ય મંત્રીઓને ફાળવાયેલા ખાતાંની યાદી, 1. હર્ષ સંઘવી — ગૃહ ખાતું, 2. પ્રફુલ પાનસેરિયા — આરોગ્ય ખાતું, 3. ઈશ્વર પટેલ — પાણી પુરવઠા અને જળસંપત્તિ, 4. અર્જુન મોઢવાડિયા — વન, પર્યાવરણ તથા સાયન્સ એન્ડ ટેક્નોલોજી, 5. જીતુ વાઘાણી — કૃષિ અને સહકાર, 6. કાંતિ અમૃતિયા — શ્રમ અને રોજગાર, 7. નરેશ પટેલ — આદિજાતિ વિકાસ, 8. પ્રધુમન વાજા — ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, 9. રમણ સોલંકી — અન્ન અને નાગરિક પુરવઠા, 10. કનુ દેસાઈ — નાણાં અને શહેરી વિકાસ, 11. ઋષિકેશ પટેલ — ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, 12. કુંવરજી બાવળિયા — શ્રમ અને રોજગાર (રાજ્ય મંત્રી), 13. મનિષા વકીલ — મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય, 14. રમેશ કટારા — કૃષિ અને પશુપાલન, 15. દર્શના વાઘેલા — શહેરી વિકાસ અને આવાસ, 16. પ્રવીણ માળી — વન અને પર્યાવરણ, 17. સ્વરૂપ ઠાકોર — ખાદી ઉદ્યોગ, 18. જયરામ ગામીત — રમતગમત અને યુવક સેવા, 19. પી.સી. બરંડા — આદિવાસી વિકાસ, 20. સંજય મહીદા — મહેસૂલ અને પંચાયત, 21. કમલેશ પટેલ — નાણા અને પોલીસ હાઉસિંગ, 22. ત્રિકમ છાંગા — ટેકનિકલ શિક્ષણ, 23. કૌશિક વેકરિયા — કાયદો, કેમિકલ અને સંસદીય બાબતો, 24. પરસોત્તમ સોલંકી — મત્સ્ય ઉદ્યોગ આ રીતે ખાતા ફાળવાયા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular