Wednesday, May 6, 2026
HomeGujaratદિવાળીની સફાઈ દરમિયાન દુર્ઘટના, માળીયા પરથી પડતાં સગીરાનું મોત

દિવાળીની સફાઈ દરમિયાન દુર્ઘટના, માળીયા પરથી પડતાં સગીરાનું મોત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના બગથળા ગામે દિવાળીની સફાઈ દરમિયાન બનેલી દુર્ઘટનામાં એક સગીરાનું મોત નીપજ્યું છે. બગથળા ગામના બબીકાનગર વિસ્તારમાં રહેતી 17 વર્ષની શોભાબેન ઉર્ફે વર્ષાબેન જસમતભાઈ મકવાણા ઘરના માળીયા ઉપર ચડી સફાઈ કામ કરતી હતી ત્યારે અકસ્માતે નીચે પટકાઈ ગઈ હતી.

પડવાથી માથામાં ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન સગીરાનું મોત થયું હતું.

મોરબી તાલુકા પોલીસે આ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular