Wednesday, May 6, 2026
HomeGujaratજૂના આમરણ ગામે યુવાન પર ચાબુક વડે હુમલો, જાતિ પ્રત્યે હડધૂત કરી...

જૂના આમરણ ગામે યુવાન પર ચાબુક વડે હુમલો, જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી

Advertisement
Advertisement

મોરબી તાલુકાના જૂના આમરણ ગામે યુવક પર ચાબુક વડે હુમલો કરી જાતિ પ્રત્યે હડધૂત તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકાના જૂના આમરણ ગામના ડાયમંડનગરમાં મકાન નંબર 662માં રહેતા મનોજભાઈ વીરજીભાઈ પરમાર (ઉં. 30) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ગુલામહુસેન અશરફમિયા બુખારી (રહે. આમરણવાળા) સાથે નવરાત્રી દરમિયાન માથાકુટ થયેલી હતી.

તે બાબતનો ખાર રાખી આરોપી ગુલામહુસેન ફરીયાદી મનોજભાઈ પાસે આવી ભૂંડી ગાળો આપતા, ફરીયાદીએ વાંધો લેવાતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ તેણે ચાબુક વડે મનોજભાઈને મારમારી શરીરે ઈજા પહોંચાડી હતી.

આ દરમ્યાન આરોપીએ “આ રીતે મુછો રાખી ફરે છે” તેમ કહી જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો વાપરી હડધૂત કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરીયાદના આધારે ગુલામહુસેન અશરફમિયા બુખારી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular