Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીમાં મચ્છુ નદીમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો, ફાયર ટીમે બહાર કાઢ્યો

મોરબીમાં મચ્છુ નદીમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો, ફાયર ટીમે બહાર કાઢ્યો

Advertisement
Advertisement

મોરબી લીલાપર રોડ પર આવેલા સ્મશાન પાછળ રામઘાટ પાસે મચ્છુ નદીમાંથી આશરે ૬૦ વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની માહિતી મળતાં જ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, રામઘાટ નજીકના મચ્છુ નદીના પાણીમાં એક મૃતદેહ તરતો હોવાની જાણ થતા સામાજિક કાર્યકરો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી સાધનોની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.

મૃતક આશરે ૬૦ વર્ષના વૃદ્ધ હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. બનાવને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular