HomeGujaratમોરબીની સેગા સિરામિક લેબર કોલોનીમાં દુર્ઘટના, બીજા માળેથી પડી જતા યુવાનનું મોત

મોરબીની સેગા સિરામિક લેબર કોલોનીમાં દુર્ઘટના, બીજા માળેથી પડી જતા યુવાનનું મોત

મોરબી તાલુકાના નીંચી માંડલ ગામની સીમમાં આવેલી સેગા સિરામિક કંપનીની લેબર કોલોનીમાં એક દુઃખદ અકસ્માત બન્યો હતો.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી તથા હાલ કોલોનીમાં રહેતા લખનભાઈ પ્રતાપભાઈ રાવત (ઉંમર 22) બીજા માળે પાળી પર બેસેલા હતા. દરમિયાન અકસ્માતે તેઓ નીચે જમીન પર પટકાયા હતા.

શરીરે ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુનો કેસ નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular