HomeGujaratટંકારામાં બાંધકામ સ્થળે દીવાલ તૂટી પડતાં બે શ્રમિકો ઝપેટમાં, એકનું મોત

ટંકારામાં બાંધકામ સ્થળે દીવાલ તૂટી પડતાં બે શ્રમિકો ઝપેટમાં, એકનું મોત

ટંકારાની લતીપર ચોકડી પાસે સ્થિત શ્રુતિ વન અને શ્રુતિ સ્થંભવાળી જમીન પર હાલમાં શોપિંગ સેન્ટરનું બાંધકામ ચાલી રહ્યું છે. આજે બપોરના સમયે અચાનક ગળદાની દીવાલ તૂટી પડતાં બે શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

આ દુર્ઘટનામાં કમલેશ અમલીયાર નામના શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે મુકેશ મઈડા નામના બીજા શ્રમિકને પગમાં ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

મળતી માહિતી મુજબ, શ્રુતિ વન અને શ્રુતિ સ્થંભની જમીન પર વિવાદોને કારણે લાંબા સમયથી બાંધકામ કામગીરી બંધ હતી. દિવાળી બાદ ફરી એક વખત બાંધકામની કામગીરી શરૂ થતાં આ દુર્ઘટના બની હતી. અચાનક તૂટી પડેલી દીવાલના કારણે શ્રમિકો પર ઈંટો અને કાંકરીટનો માળો તૂટી પડ્યો હતો. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરાઈ છે.

RELATED ARTICLES

Most Popular