HomeGujaratમોરબી તાલુકાના ઘુંટુ ગામે વિદેશી દારૂ સાથે બે ઈસમ ઝડપાયા

મોરબી તાલુકાના ઘુંટુ ગામે વિદેશી દારૂ સાથે બે ઈસમ ઝડપાયા

મોરબી તાલુકાના ઘુંટુ ગામે રામનગરી સોસાયટી પાસે બાવળની કાંટમાં વેચાણ માટે રાખેલી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે મોરબી તાલુકા પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. દારૂના મુદ્દામાલની કિંમત રૂપિયા 3,300 જેટલી ગણવામાં આવી છે.

મળતી માહિતી મુજબ પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન સ્થળ પર પહોંચતા જૈનીશગીરી સંદિપગીરી ગૌસ્વામી (ઉં. 25, રહે : રામકો, ઘુંટુ ગામની સીમ, તા.જી. મોરબી) અને સંદિપભાઈ રાજેશભાઈ બોડા (ઉં 20, રહે : રામકો વિલેશ, ઘુંટુ ગામની સીમ, તા.જી. મોરબી)ને કબ્જે લીધા હતા.

પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દર્શાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular