HomeGujaratમોરબીમાં PGVCL કચેરીના વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલ ચોરીનો નાપાક ઇરાદો, રૂ. 53 હજારનું...

મોરબીમાં PGVCL કચેરીના વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલ ચોરીનો નાપાક ઇરાદો, રૂ. 53 હજારનું નુકસાન

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલી વિભાગીય કચેરી-01 પી.જી.વી.સી.એલ. ઓફિસના ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલા ટ્રાન્સફોર્મરોમાંથી ઓઈલ ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વિગત મુજબ પી.જી.વી.સી.એલ. કચેરીમાં નોકરી કરતા ભાવેશકુમાર રામજીભાઈ કુંડારીયા (ઉં. 41, રહે : મીલાપનગર, અવની ચોકડી પાસે, મોરબી) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, વેજીટેબલ રોડ પર સ્થિત વિભાગીય કચેરીમાં રાખેલા કુલ 44 વીજ ટ્રાન્સફોર્મરમાંથી આરોપી વલ્લભભાઈ સવસીભાઈ કુંઢીયા (ઉં. 40, રહે : ભીમસર, ત્રણ માળિયા, મોરબી) એ મેટલ પાર્ટ્સ તથા પીતળના નટ-બોલ્ટ ખોલી ચોરી કરવાનો ઈરાદો ધરાવ્યો હતો.

ત્યારબાદ ટ્રાન્સફોર્મરમાંથી લગભગ 410 લીટર ઓઈલ ઢોળી આશરે રૂ. 53,000નું નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular