Wednesday, May 6, 2026
HomeGujaratમોરબી જિલ્લામાં રૂપિયા 1.29 કરોડનો વિદેશી દારૂ નાશ કરાયો, 70 પ્રોહિબિશન કેસમાં...

મોરબી જિલ્લામાં રૂપિયા 1.29 કરોડનો વિદેશી દારૂ નાશ કરાયો, 70 પ્રોહિબિશન કેસમાં જપ્ત મુદામાલનો નાશ કરવામાં આવ્યો

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં દારૂબંધી કાયદાને કડક અમલમાં મૂકવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત કામગીરી હાથ ધરી રહી છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવિઝન, મોરબી સીટી બી ડિવિઝન તથા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા સમયમાં નોંધાયેલા કુલ 70 પ્રોહિબિશન ગુન્હાઓમાં કબ્જે કરાયેલા વિદેશી દારૂ અને બીયરની બોટલ તથા ટીનનો નાશ કરવામાં આવ્યો છે. આ તમામ કબ્જે કરાયેલા મુદામાલની સંખ્યા કુલ 11,269 જેટલી છે, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 1,29,27,783 જેટલી થાય છે.

જિલ્લામાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. દર ત્રણ માસે પ્રોહિબિશનના જથ્થાનો નાશ કરવા સૂચના આપવામાં આવી છે અને તે મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી અમલમાં મૂકવામાં આવી હતી.

આજરોજ તા. 30 ઓક્ટોબર 2025ના રોજ સવારે 9 વાગ્યે મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાછળ રફાળેશ્વર પાંણેલી જતા રોડ પર આવેલી વીડી વાળી ખરાબાની જમીનમાં આ તમામ મુદામાલનો નાશ કરવામાં આવ્યો. મોરબી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અધ્યક્ષ તરીકે તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, નશાબંધી અને આબકારી વિભાગ રાજકોટના અધિકારી અને સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સરકારી પંચોની હાજરીમાં પારદર્શક રીતે અને વીડિયોગ્રાફી સાથે આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા પોલીસનું કહેવું છે કે, દારૂબંધી કાયદાનું પાલન કડક રીતે થાય તે માટે આવનારા દિવસોમાં પણ આવા પ્રોહિબિશન વિરોધી ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવશે અને સમાજમાં નશાના પ્રસારને અટકાવવા માટે તમામ કાયદેસર પગલાં લેવામાં આવશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular