HomeGujaratવાવડી રોડ પર વિદેશી દારૂ સાથે એક ઇસમ દબોચાયો 

વાવડી રોડ પર વિદેશી દારૂ સાથે એક ઇસમ દબોચાયો 

મોરબી શહેરમાં પ્રતિબંધિત દારૂના વેચાણ પર કડી નજર રાખતી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને આજે વધુ એક સફળતા મળી છે. મળતી માહિતી મુજબ પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન વાવડી રોડ ખાતે શ્રીજી પાર્ક શેરી નં-3 ના નાકા નજીક સર્વિસ સ્ટેશન પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ફરતો જોવા મળ્યો હતો.

પોલીસે તેની તપાસ કરતા તેના પાસેથી વેચાણના ઇરાદાથી રાખેલ વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી. મુદ્દામાલની કિંમત રૂ. 1372 જેટલી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દશરથસિંહ ઉર્ફે દશુભા ઝાલા (ઉં.23, રહે. માધાપર શેરી નં-22 મોરબી)ને ઝડપી પાડી તેના સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular