પ્રોપેન ગેસ સપ્લાય કરતી કંપનીઓની મોનોપોલી સામે મોરબી સિરામિક ઉદ્યોગકારોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. આજ રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે યોજાયેલી આકસ્મિક બેઠક દરમિયાન ઉદ્યોગકારો ઉકાળે ચડી ગયા હતા.
મળતી માહિતી મુજબ, છેલ્લા ત્રણ મહિનાથી ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રોપેન અને એલપીજીના ભાવ સતત ઘટી રહ્યા છે. તેમ છતાં ગેસ સપ્લાય કરતી કંપનીઓએ સિન્ડિકેટ બનાવી આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ સપ્લાય ન આપતા રૂ. 5,000 પ્રતિ ટન જેટલો વધારાનો બોજ ઉદ્યોગકારો પર લાદવામાં આવી રહ્યો છે.
મોરબીમાંથી ટાઇલ્સનો ભારે પ્રમાણમાં નિકાસ થતી હોવાથી મહંગી ગેસ સપ્લાયના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે, જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં મોરબી ઉદ્યોગની સ્પર્ધાત્મકતા ઘટાડાવાની ભીતિ ઊભી થઈ છે.
બેઠકમાં ઉદ્યોગકારોએ એકમતથી વધારે દાદાગીરી કરતી એક ગેસ સપ્લાય કંપની પાસેથી પરચેઝ તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઉદ્યોગકારોએ સરકારને પણ આવશ્યક હસ્તક્ષેપ કરી ગેસની કિંમતો નિયંત્રિત કરવા માંગણી કરી છે.




