વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઢુવા ઓવરબ્રિજ નજીકથી GJ-03-EL-1875 નંબરની સેંટ્રો કારને અટકાવી તપાસ કરતા કારમાંથી 110 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. મળી આવેલ દારૂનો જથ્થો, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3,14,000નો મુદામાલ કબ્જે કર્યો છે.
પોલીસે કારમાં સવાર બે આરોપી વિપુલ પ્રવીણ ચાવડા અને ગજાનંદ ભરત મહતોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા દારૂ હેરાફેરીમાં અન્ય એક વિનાભાઈનું નામ પણ સામે આવ્યું છે. આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.




