મોરબીના શનાળા ગામે લીમડા વાળા મેલડી માતાજીના મંદિર પાસે દેવશ્રી પેલેસની બાજુમાં રહેતા કમલભાઈ મહેશભાઈ સંપટ (ઉં. 46) તા. 8ના રોજ સાંજના સમયે પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતાં ઇજાગ્રસ્ત થયા હતા.
રાત્રે તબિયત બગડતા બેભાન હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. મોરબી સીટી A ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




