Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીના ગૂંગણ ગામની સીમમાં પોલીસનો દરોડો, રૂમ 3.49 લાખનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો...

મોરબીના ગૂંગણ ગામની સીમમાં પોલીસનો દરોડો, રૂમ 3.49 લાખનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો જપ્ત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના ગૂંગણ ગામની સીમમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયરની હેરફેર ચાલી રહી હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો. ઘટનાસ્થળેથી રૂ. 3.49 લાખનો ગેરકાયદેસર દારૂ અને બિયરનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. જો કે, દરોડા દરમિયાન આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

પોલીસે સ્થળેથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 312 બોટલ, કિંમત રૂ. 3,27,600 અને બિયરના 120 ટીન, કિંમત રૂ. 21,600 મળી કુલ રૂ. 3,49,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ તપાસમાં આ જથ્થો મોરબી શહેરના વેજીટેબલ રોડ વિસ્તારમાં રહેતા અરમાન ઇકબાલભાઈ જુણેજાનો હોવાનું સામે આવ્યું છે. આ આરોપી સહિત જે પણ વ્યક્તિઓ સંડોવાયેલા હોય તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular