દિલ્હીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટ બાદ રાજ્યભરમાં સુરક્ષા ચુસ્ત બનાવાઈ છે ત્યારે મોરબી પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તખ્તસિંહજી રોડ ઉપર ઘનશ્યામ માર્કેટ પાસેથી એક આરોપીને દારૂ સાથે ઝડપી લીધો હતો.
મળતી માહિતી અનુસાર, લોકેશભાઈ ઘનશ્યામભાઈ કચોરીયા (રહે. રવાપર રોડ, કાયાજી પ્લોટ) નામના વેપારીને પોલીસને શંકાસ્પદ લાગતા તેની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં તેની પાસે વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી. આ દારૂની બજાર કિંમત અંદાજે રૂપિયા 1200 જેટલી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
વિદેશી દારૂ રાખવા બદલ આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ તેમજ ચેકિંગ વધુ સખત બનાવાતા હજુ વધુ ગેરકાયદેસર કૃત્ય સામે કાર્યવાહી થશે તેવી શક્યતા છે.




