HomeGujaratમોરબીના રાજપર ગામે વાડીમાંથી બાઈકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

મોરબીના રાજપર ગામે વાડીમાંથી બાઈકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ દિલીપભાઈ મોહનભાઈની વાડીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં જગદીશભાઈ વાલજીભાઈ મુંદડીયાની વાડીમાં રહેતા દેવલાભાઈ તેરીયાભાઈ નાયકા (ઉં. 36) એ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, અજાણ્યા ઈસમે ફરિયાદીનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી. નં. GJ-34-R-2239) જે બ્લુ-કાળા રંગનું છે અને કિંમત અંદાજે રૂ. 55,000 જેટલી છે, તે જાહેર જગ્યાએ પાર્ક કરેલું હોય ત્યાંથી પરવાનગી વગર ખસેડી ચોરી કરી લીધું છે. ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular