HomeGujaratમોરબીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોની ધરપકડ

મોરબીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોની ધરપકડ

મોરબી શહેરમાં આવેલ વણકરવાસ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી સીટી એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન વણકરવાસ પ્રાથમિક શાળાની બાજુમાં બાબુભાઈના ડેલા પાસે પહોંચી ગયો હતો. ત્યાં જાહેરમાં ગંજીપત્તાના પાન વડે પૈસાની હારજીતનો તીનપત્તી જુગાર રમાતો જોવા મળ્યો હતો.

પોલીસે તુરંત રેડ કરી નીચેના સાત ઈસમોને રંગેહાથ પકડી પાડ્યા હતા. જેમાં રોમનસિંહ ઓમપ્રકાશ પાલ (ઉ. 35), ત્રીલોકસિંહ દર્શનસિંહ સેગર (ઉ. 42), બ્રજમોહનભાઇ પ્રહલાદભાઈ સુથાર (ઉ. 25), રૂશ્તમસિંહ મહેન્દ્રસિંહ સેગર (ઉ. 30), અતુલસિંહ રામપ્રકાશસિંહ તોમર, અનુરાગસિંહ પરાગસિંહ સેગર (ઉ. 25), અમિતભાઇ રમેશભાઈ સેગર (ઉ. 26) ઝડપાયા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા રૂ.11,200 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.

RELATED ARTICLES

Most Popular