શહેરની આયુષ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડૉ. પ્રતિક પટેલે હેમરેજનું સફળ ઓપરેશન કરી 33 વર્ષિય મુકેશભાઈ નામના દર્દીનું જીવન બચાવ્યું છે.
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં દર્દીના મગજમાં ગંભીર ઇજા થતાં લોહીની નશ ફાટી જવાથી હેમરેજ થયો હતો અને દર્દી બેભાન થઈ ગયા હતા. પરિજનો દ્વારા તેમને તાત્કાલિક આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા.
ડૉ. પ્રતિક પટેલે તાત્કાલિક હેમરેજનું ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ દર્દી ICUમાં ત્રણ દિવસ વેન્ટિલેટર પર રહ્યા હતા. સતત સારવાર અને ડૉક્ટરની ટીમની મહેનતના પરિણામે દર્દીને વેન્ટિલેટર પરથી બહાર કાઢી સફળતાપૂર્વક રજા આપવામાં આવી.
હોસ્પિટલના જણાવ્યા મુજબ, સમયસર અને યોગ્ય સારવારથી હેમરેજ જેવી જીવલેણ પરિસ્થિતિમાં પણ દર્દીનો જીવ બચાવી શકાય છે. મોરબી જિલ્લામાં એક માત્ર ફુલ ટાઇમ ન્યૂરોસર્જન તરીકે ડૉ. પ્રતિક પટેલ સેવા આપી રહ્યા છે, જ્યારે આયુષ હોસ્પિટલમાં અદ્યતન ક્રિટિકલ કેર ટીમ સાથે ન્યૂરોસર્જરી સહિતની તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ છે.




