HomeGujaratમોરબી LCB ની મોટી કામગીરી, ટ્રક ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવેલો ઇંગ્લીશ...

મોરબી LCB ની મોટી કામગીરી, ટ્રક ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવેલો ઇંગ્લીશ દારૂ ઝડપાઈ

મોરબીના હળવદ–માળીયા હાઇવે પર બાબા રામદેવ હોટલ સામે રોડ ઉપરથી એલ.સી.બી. મોરબીએ મોટી કાર્યવાહી કરી છે.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કોડની ટીમ કામગીરીમાં હતી. ટીમને ચોક્કસ માહિતી મળતા હળવદ–અમદાવાદ હાઇવે પર સુખપર પાસે બાબા રામદેવ હોટલ નજીક વોચ ગોઠવાઈ. દરમિયાન શંકાસ્પદ ટ્રક ટ્રેલર GJ06 AV 7676 રોકી તપાસ કરતા ચોખાની બોરીઓની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો.પકડાયેલ આરોપી પ્રવિણ લાખાભાઈ પગી (ઉ. 40), ડ્રાઈવર, રે. લાકડીયા પગીવાસ, તા. ભચાઉ, જી. કચ્છ તેમજ બાકી આરોપી સિદ્ધરાજસિંહ જાડેજા, રે. લાકડીયા, તા. ભચાઉ, જી. કચ્છનો સમાવેશ થાય છે.

કબજે કરાયેલ મુદામાલ રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હીસ્કી (750ml) 600 બોટલ, કિ.રૂ. 7,80,000, રોયલ સ્ટેગ સુપીરિયર વ્હીસ્કી (750ml) 504 બોટલ કિ.રૂ. 6,55,200, કિંગફિશર સ્ટ્રોંગ બિયર ટીન (500ml) 600 ટીન કિ.રૂ. 1,32,000, ટ્રક ટ્રેલર GJ06 AV 7676 કિ.રૂ. 20,00,000, સહિત કુલ કિ.રૂ. 59,79,200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કાર્યાવાહી કરનાર અધિકારીઓ PI એમ.પી. પંડ્યા, એલ.સી.બી. મોરબી, PSI જે.પી. કણસાગરા, ASI સુરેશભાઈ હુંબલ, HC શક્તિસિંહ ઝાલા, ભાવેશભાઈ મિયાત્રા, PC વિક્રમભાઈ ફુગશિયા, ભગીરથસિંહ ઝાલા જોડાયેલા હતા. હળવદ પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular