HomeGujaratમોરબીની આયુષ હોસ્પિટલમાં 75 વર્ષના વૃદ્ધની ગંભીર રોગોમાં સફળ સારવાર

મોરબીની આયુષ હોસ્પિટલમાં 75 વર્ષના વૃદ્ધની ગંભીર રોગોમાં સફળ સારવાર

મોરબી જિલ્લામાં ક્રિટિકલ કેર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા આયુષ હોસ્પિટલ અને ડૉ. સત્યજીતસિંહ જાડેજાની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે.

10 નવેમ્બર 2025ના રોજ 75 વર્ષના વૃદ્ધને શ્વાસ ચડવો, પેશાબ બંધ થવો, ગભરામણ જેવી ગંભીર તકલીફો સાથે દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં હૃદયનું પમ્પિંગ માત્ર 20%, કિડની ડેમેજ, પલ્મોનરી ઇડિમા, યૂરીન બ્લેડરમાં ચેપ અને ઇલેક્ટ્રોલાઇટ્સ અસંતુલન જેવી બહુવિધ ગંભીર સમસ્યાઓ સામે આવી.

ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી તંદુરસ્ત અને અસરકારક સારવારના કારણે દર્દીને માત્ર 5 જ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ દ્વારા આવી અનેક ક્રિટિકલ કેસોમાં કરવામાં આવતી સફળ સારવારથી અનેક દર્દીઓને નવજીવન મળી રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular