HomeGujaratમોરબી સરદાર પટેલની 150મી જયંતિ નિમિત્તે 20 નવેમ્બરે એકતા પદયાત્રાનું આયોજન 

મોરબી સરદાર પટેલની 150મી જયંતિ નિમિત્તે 20 નવેમ્બરે એકતા પદયાત્રાનું આયોજન 

મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવતીકાલે, 20 નવેમ્બર ગુરુવારે એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાની શરૂઆત મોરબીના શનાળા રોડ પર સ્થિત સરદાર પટેલના સ્ટેચ્યુથી સવારે 9:00 વાગ્યે થશે અને મણીમંદિર ખાતે તેનું સમાપન કરવામાં આવશે.

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને રાજ્યભરમાં ઉજવાતા કાર્યક્રમોના ભાગરૂપે મોરબીમા આ વિશાળ પદયાત્રાનું આયોજન કરાયું છે. પદયાત્રામાં રાજ્યમંત્રી તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહેશે.

જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જિલ્લાવાસીઓને મોટી સંખ્યામાં જોડાવાનું અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, “એકતા અને એકજૂટતાના સંદેશને પ્રબળ બનાવવા સૌએ પદયાત્રામાં ઉત્સાહપૂર્વક હાજરી આપવી જોઈએ.”

RELATED ARTICLES

Most Popular