Thursday, May 7, 2026
HomeGujaratવડીલો ભક્તિમાં લીન થઈ 'લાલો' ફિલ્મમાં રાજા રણછોડના ગીતે ઝૂમી ઉઠ્યા

વડીલો ભક્તિમાં લીન થઈ ‘લાલો’ ફિલ્મમાં રાજા રણછોડના ગીતે ઝૂમી ઉઠ્યા

Advertisement
Advertisement

મોરબી શહેરમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા આજે વૃદ્ધાશ્રમના વડીલો માટે વિશેષ ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કાય મલ્ટીપ્લેક્સમાં રજૂ કરાયેલી લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘લાલો’ વડીલોએ ભાવપૂર્વક નિહાળી હતી. ફિલ્મ પૂર્ણ થતાં જ રાજા રણછોડના ગીતે વડીલો ભક્તિમાં લીન થઈ ઝૂમી ઉઠ્યા હતા અને સિનેમા હોલમાં જ ઉત્સાહભેર ગરબે પણ ઘૂમ્યા હતા.

સમાજથી થોડુંક અળગા રહેતા વૃદ્ધાશ્રમના વડીલોને દરેક ઉજવણીમાં સામેલ કરવા માટે જાણીતું યંગ ઈન્ડિયા ગ્રુપ તહેવારો તેમજ ધાર્મિક પ્રસંગોને અનોખી રીતે ઉજવે છે. આજે ખાસ શોભેશ્વર રોડ સ્થિત વૃદ્ધાશ્રમના લગભગ 40 જેટલા વડીલો માટે લાલો ફિલ્મનો વિશેષ શો યોજાયો હતો, જેમાં વડીલો માટે નાસ્તાની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.

યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર ડૉ. દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે, “લાલો ફિલ્મ આજે ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે. આવી ફિલ્મો ભાગ્યે જ બને છે. દરેક વર્ગના લોકો આ ફિલ્મથી પ્રેરણા લઈ રહ્યા છે. ત્યારે વૃદ્ધાશ્રમના વડીલો પણ આ ફિલ્મ જોઈ આનંદ અને ભાવનાત્મક સંતોષ મેળવી શકે તે માટે ખાસ આ શોનું આયોજન કર્યું હતું.”

ફિલ્મની ભક્તિમય વાતાવરણમાં વડીલોને અનોખો આનંદ મળ્યો હતો અને રાજા રણછોડના ગીતે તેમનો ઉત્સાહ દ્રષ્ટિગોચર બન્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular