HomeGujaratશ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા આવતીકાલે મોરબીના પ્રવાસે, નાની...

શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા આવતીકાલે મોરબીના પ્રવાસે, નાની બરાર ગામે સિંચાઈ વિભાગના કામોના કરશે ખાતમુહૂર્ત

તાજેતરમાં જ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી બનેલા મોરબીના પૂર્વ ધારાસભ્ય આવતીકાલે મોરબી પ્રવાસે આવી રહ્યા છે. શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા સવારે 9.30 કલાકે મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના નાની બરાર ગામે સિંચાઈ વિભાગના મંજૂર થયેલા કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત સિંચાઈ તથા પંચાયત સિંચાઈ વિભાગના વિવિધ કામોનો ખાતમુહૂર્ત સમારોહ આવતીકાલે મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના નાની બરાર ગામ ખાતે સવારે 10 કલાકે યોજાશે.

આ કાર્યક્રમમાં મોરબી તથા માળિયા તાલુકાના ચેકડેમ વિવિધ તળાવો જોડવાના તથા મરામતના કામો મળીને આશરે 7.11 કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા તથા રાજ્ય સરકારના મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી અને ઉપપ્રમુખ હિરાલાલ ટમારીયા હાજરી આપશે. આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના અધ્યક્ષ અજયભાઈ લોરીયા તથા માળિયા (મિયાણા) તાલુકા પંચાયતના પ્રમુખ સુશિલાબેન બાવરવા હાજરી આપશે.

RELATED ARTICLES

Most Popular