HomeGujaratખોટી અફવાઓથી દૂર રહેવા પોલીસની મોરબી વાસીઓને અપીલ 

ખોટી અફવાઓથી દૂર રહેવા પોલીસની મોરબી વાસીઓને અપીલ 

મોરબી શહેરના તમામ રસ્તાઓ ખૂલ્લા છે

મોરબી શહેરમાં મણી મંદીર બાજુમાં આવેલ મસ્જીદ તંત્ર દ્વારા દુર કરવામાં આવી છે જેના કારણે મોરબી શહેરમાં એવી અફવાઓ ફેલાઈ રહી છે કે મોરબીના શનાળા રોડ, રવાપર રોડ તથા ગેસ્ટ હાઉસ રોડ બંધ છે ત્યારે મોરબી વાસીઓને અપીલ કરવામાં આવી છે કે અફવાઓથી દૂર રહો કેમ કે મોરબી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મોરબી શહેરના તમામ રસ્તાઓ ચાલું છે અને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ છે.

તેમજ પોલીસ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે અને લોકોને સોશિયલ મીડિયા પર કોઈ આપત્તિજનક ટિપ્પણી કરવા કે કોઈ ખોટી અફવા ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular