હળવદ શહેરમાં આનંદ પાર્ક સોસાયટી-૧ માં રહેતા યુવકે આર્થીક સંક્રામણથી કંટાળી ગળાફાંસો ખાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ આનંદ પાર્ક સોસાયટી-૧ રહેતા ચિરાગભાઈ રજનીકાંતભાઇ ઝિંઝુવાડીયા (ઉ.વ.૪૩) નામના યુવકનો ધંધો વ્યવસ્થિત ચાલતો ન હોય અને આર્થીક સંક્રામણ રહેતું હોય જેથી મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે હળવદ પોલીસ મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.




