મોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે તા.10/12/ 2025 બુધવારના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં કેરાળા જેજીવાય, રાજા, એરિકોન, એલિક્સ, લેમિના, વેલજોન બધા ઇન્ડ. ફીડર સવારે 8 થી બપોરનાં 5 વાગ્યા સુધી વીજકાપ રહેશે. આ ફીડરમાં આવતા હરીપર, કેરાળા ગામ તેમજ સદર ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔધોગીક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.




