Thursday, May 7, 2026
HomeGujaratમોરબીમાં વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો દાખલ 

મોરબીમાં વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો દાખલ 

Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં વ્યાજખોરોએ માજા મુક્યા છે મજા આવે તેનું અપહરણ કરી મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબીમાં વેપારીએ ધંધા માટે વ્યાજે રૂપિયા લીધેલ હોય તે રૂપિયા વ્યાજ સહિત ચૂકવી આપેલ હોય તેમ છતા પઠાણી ઉઘરાણી કરી વેપારીના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ રોલા રાતડીયાની વાડી મેઇન કેનાલ રામદેવપીરના મંદિરની બાજુમાં રહેતા કિશોરભાઈ જીણાભાઇ પરમાર (ઉ.વ.૩૫) એ આરોપી પ્રકાશભાઈ રામજીભાઈ પઢારીયા રહે. નાના રામપર તા. ટંકારા તથા ભરતભાઈ રબારી રહે. થોરાળા તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને ધંધા બાબતે નાણાની જરૂરત પડતા આરોપી પાસેથી સૌ-પ્રથમ હાથ ઉછીના રૂપિયા ૧,૦૦,૦૦૦/- લીધેલ હોય જે બાદ વધુ નાણાની જરૂરત પડતા ફરીયાદીએ આરોપી પાસેથી કટકે કટકે રૂપિયા ૨૧,૦૦,૦૦૦/- લીધેલ હોય જે રૂપિયા આપી દીધેલ હોય જેનુ નોટરી લખાણ કરેલ હોય તેમ છતા આરોપી પ્રકાશભાઈએ ફરીયાદી પાસેથી એક લાખના એક દિવસના રૂપિયા ૮૦૦ લેખે વ્યાજ પેટે કટકે કટકે કુલ રૂપિયા ૨૬,૦૦,૦૦૦/- પઠાણી ઉઘરાણુ કરી મેળવી લીધેલ હોય અને હજુ વધુ રૂપિયા ૭૮,૦૦,૦૦૦/- ની માંગણી કરતા હોય જો રૂપિયા નહી આપેતો ફરીયાદી તેમજ તેના પરીવારને મારી નાખવાની ધમકી આપતા હોય તેમજ આરોપી ભરતભાઈ પાસેથી રૂપિયા ૫,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય તેને કટકે કટકે ૭,૦૦,૦૦૦/- આપી દીધેલ હોય તેમ છતા આરોપી ભરતભાઈએ વધુ રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ની વ્યાજ સહીત માંગણી કરી અને જો રૂપિયા નહી આપેતો ફરીયાદી તથા તેના પરીવારને મારી નાખવાની ધમકી આપતા હોય જેથી આ બન્ને આરોપીઓએ ફરીયાદી પાસેથી કટકે કટકે આપેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહીંતા એકટ ૨૦૨૩ની કલમ – ૩૦૮(પ),૩૫૧(૩), ૫૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતનો અધિનિયમ-૨૦૧૧ની કલમ ૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular