મોરબીના સામા કાંઠેમાં નવરાત્રી ગ્રાઉન્ડ ઉમા ટાઉનશિપ સામે ભવ્ય ભાગવત કથાનો આજથી પ્રારંભ જેમાં મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી ગુરુ મહંતશ્રી ભાવેશ્વરીમાં રામધન આશ્રમ દ્વારા ભવ્ય ભાગવત કથાનું સંગીત મય શૈલીમા રસપાન કરાવશે.
જેમાં કથા પ્રારંભ તા. 23-12-2025 થી
29-12-2025 સુધી કથાનો દરોજ સમય બપોરે 2:00 થી 6:00 વાગ્યે સુધી નો રહેશે તેમજ કથાના મુખ્ય યજમાન મકવાણા પરિવાર છે. રાજકોટ કાગદડી ગુરુકૃપા આશ્રમના ગુરુદેવ બ્રહ્મલીન સંત પુ. સીતારામબાપુ આશિર્વાદ થી મહંતશ્રી ભુપતબાપુના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્વાન ભુદવ દ્વારા દરોજ મહાપુજા મહાયજ્ઞનો સમય 8:00 11:30 સુધી અને 108 રાદલ માતાજીના લોટા નું અયોજન સંતો મહંતો, અનેક આગેવાનો પધારશે. અને ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા મકવાણા પરિવાર તેમજ મહંતશ્રી ભુપતબાપુ ગુરુકૃપા આશ્રમ કાગદડી દ્વારા આમંત્રણ પાઠવેલ છે.

