HomeGujaratશ્રી સાધના વિદ્યાલય મોરબી દ્વારા ધોરણ 10 - 12 ના વિદ્યાર્થીઓ માટે...

શ્રી સાધના વિદ્યાલય મોરબી દ્વારા ધોરણ 10 – 12 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા અને કારકિર્દીનું ઘડતર અંગે સેમીનાર યોજાયો

આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત શ્રી સાધના વિધાલય મોરબી દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા તેમજ કારકિર્દીનું ઘડતર અંગે સેમીનાર આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમીનારમાં આશરે 100 થી વધારે વિધાર્થીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં પરીક્ષાની તૈયારી, કારકિર્દીનું ઘડતર તેમજ ભવિષ્યની સમસ્યા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમીનરનું નેતૃત્વ શાળાના આચાર્ય વિશાલ એમ. વિડજાએ આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમીના ચેરમેન પ્રસાદ ગોરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના BBA, BCA ના આચાર્ય અને પ્રોફેસર ડો. હિરેન મહેતા અને આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના એડમીન વિભાગના HOD હિતેષસા સોરીયા એ આ અંગે વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા ઈન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના આવા પ્ર્યત્નોની પ્રશંસા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular