HomeMorbiમોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ આઘારાની નિયુક્તિ

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ આઘારાની નિયુક્તિ

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના આકસ્મિક અવસાન બાદ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ અઘારાની નિમણુંક કરવામાં આવી છે.

નયનભાઈ અઘારા મોરબી તાલુકાના રાજપર ગામ ના વતની છે. નયન ભાઈ ગત મોરબી જિલ્લા પંચાયત ની રવાપર સીટ પર વિજેતા થયેલ. મોરબી જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષના નેતા રહ્યા હતા.2010 -15મા મોરબી તાલુકા પંચાયત ના સદસ્ય પણ રહી ચૂક્યા છે.વર્તમાનમાં રાજપર સેવા સહકારી મંડળી ના પ્રમુખ છે ઉપરાંત વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મોરબી જિલ્લા કોંગ્રેસ ના આગેવાનો, સર્વ કાર્યકરો તથા મોરબી જિલ્લાના લોકોએ નયનભાઈ અઘારા ની મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ની નિમણૂક ને સહર્ષ આવકારી છે. કિશોરભાઈ ચીખલીયાના આકસ્મિક અવસાનને કારણે કોઈ પણ જાતની ઉજવણી કર્યા વિના સાદગી થી પદ સંભાળી સ્થાનિક સ્વરાજની ચૂંટણી કાર્યક્રમમા કામે લાગી ગયા છે.

RELATED ARTICLES

Most Popular