HomeMorbiમાળીયાના અણિયારા ટોલનાકા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો: 6 આરોપી પોલીસના જાળમાં

માળીયાના અણિયારા ટોલનાકા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો: 6 આરોપી પોલીસના જાળમાં

માળીયા મીયાણા ખાતે અણિયારા ટોલનાકા નજીક થયેલી યુવાનની ચકચારજનક હત્યાના કેસમાં પોલીસે ઝડપભેર કાર્યવાહી કરતા મોટો ખુલાસો કર્યો છે. મોરબી એલ.સી.બી. અને સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરીથી ટેક્નિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોની મદદથી છ આરોપીઓને ઝડપી પાડતા કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ અનિલ હરિલાલ કંડિયા તેના મિત્ર વિવેક વેલજીભાઈ અઘારા સાથે અણિયારા ટોલનાકા પાસે આવેલી ધૈર્ય હોટલ પર નાસ્તો કરવા ગયા હતા. આ સમયે અચાનક અજાણ્યા શખ્સોએ આવી છરી વડે હુમલો કર્યો હતો જેમાં અનીલ કંડિયા નામના યુવકનું મોત નિપજ્યું હતું અને આ બનાવ અંગે માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. જેથી આ હત્યાના ગુન્હામા સંડોવાયેલ ઇશમોને પકડી પાડવા મોરબી એલ.સી.બી તથા માળીયા (મી) પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમોની રચના કરી આરોપીઓને ટેક્નીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇટેલીજન્સની મદદથી હત્યાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી યુવકની હત્યા કરનાર આરોપી મોહન ઉર્ફે શીવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા રહે- મોરબી, રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઇ રબારી મુળ કેશોદ હાલ રહે- મોરબી, પુથ્વીરાજસિહ ભગીરથસિહ ઝાલા રહે- મોરબી, ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ રહે- મોરબી, કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ રહે- મોરબી, હીરાભાઈ રવજીભાઈ ઉલવા રહે.- મોરબીવાળાને મોરબી એલ.સી.બી.ટીમ તથા માળીયા(મી) પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular