Wednesday, May 6, 2026
HomeMorbiક્રાંતિકારી સેનાના નામ-લોગાનો ગેર ઉપયોગ: મોરબીમાં પોલીસ સુધી પહોંચી ફરિયાદ

ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો ગેર ઉપયોગ: મોરબીમાં પોલીસ સુધી પહોંચી ફરિયાદ

Advertisement
Advertisement

મોરબીમાં કાર્યરત સામાજિક સંગઠન “ક્રાંતિકારી સેના”ના નામ અને લોગાના ગેરકાયદેસર ઉપયોગનો મામલો સામે આવ્યો છે. આ મામલે સંગઠનના સભ્ય યોગેશભાઈ રમેશભાઈ ગાંભવાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે.

ફરિયાદ મુજબ, વર્ષ 2013થી કાર્યરત “ક્રાંતિકારી સેના”માં અંદાજે 500 જેટલા સભ્યો જોડાયેલા છે અને સંગઠન સામાજિક સેવા તથા અબોલ જીવોની સેવા માટે જાણીતા છે. સંગઠન બિનરાજકીય છે અને કોઈપણ રાજકીય પક્ષ સાથે તેનો કોઈ સંબંધ નથી.

આક્ષેપ મુજબ, વડોદરાના રહેવાસી શ્રેય મહેન્દ્રભાઈ પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સંગઠનનું નામ, રજિસ્ટર્ડ લોગો અને પોસ્ટરોનો ગેરઉપયોગ કર્યો હતો. જેના કારણે સામાન્ય નાગરિકોમાં ભ્રમ ફેલાયો અને સંગઠનની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીએ સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો પોસ્ટ કરીને પોતાને “માસ્કમેન” તરીકે પ્રસ્તુત કર્યો હતો અને આ રીતે વ્યક્તિગત રાજકીય તેમજ આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને કારણે “ક્રાંતિકારી સેના”ની બિનરાજકીય છબીને ઠેસ પહોંચી હોવાનું પણ જણાવાયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular