HomeMorbiટંકારા-અમરાપર રોડ પર ગમખ્વાર અકસ્માત : બેફામ રીક્ષાએ બાઈકને અડફેટે લેતા આધેડનું...

ટંકારા-અમરાપર રોડ પર ગમખ્વાર અકસ્માત : બેફામ રીક્ષાએ બાઈકને અડફેટે લેતા આધેડનું મોત

ટંકારા-અમરાપર રોડ પર એચ.પી. પોલ્ટ્રી ફાર્મ નજીક પૂરપાટ ઝડપે દોડતી રીક્ષાએ બાઈકને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર આધેડને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. બનાવ બાદ રીક્ષા ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નવા અમરાપર ગામે રહેતા કમળાબેન અરવિંદભાઈ મકવાણા (ઉ.વ.૪૪) એ આરોપી રીક્ષા રજીસ્ટર નંબર – GJ-03-BU-8635 ના ચાલક યાકુબભાઈ અલીભાઈ બાદી રહે. અમરાપર તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ટંકારા અમરાપર રોડ પર ફરીયાદીના પતિ અરવિંદભાઈ મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-03-DB-8950 વાળુ લઈને ટંકારા થી અમરાપર ખાતે જતા હોય ત્યારે આરોપી યાકુબે પોતાના કબ્જા ભોગવટવાળી રીક્ષા GJ-03-BU-8635 વાળી પુરપાટ ઝડપે બેફિકરાઈથી ચલાવી ફરીયાદીના પતિના મોટરસાયકલ સાથે ભટકાળી શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જે બાદ રીક્ષા ચાલક સ્થળ પરથી નાસી છૂટતા આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular