HomeMorbiધાર્મિક વિધિની બોલાચાલીનો ખાર રાખી વૃદ્ધ પર હુમલો: સજનપરમાં લાકડી વડે માર...

ધાર્મિક વિધિની બોલાચાલીનો ખાર રાખી વૃદ્ધ પર હુમલો: સજનપરમાં લાકડી વડે માર મારતા હાથમાં ફ્રેકચર

ટંકારા તાલુકાના સજનપર (ઘુ) ગામે જૂની અદાવત ફરી ભડકી ઉઠી હતી. ધાર્મિક વિધિના કાર્યક્રમ દરમિયાન થયેલી બોલાચાલીનો ખાર રાખીને એક શખ્સે વાડી વિસ્તારમાં ઘૂસી વૃદ્ધ પર લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં વૃદ્ધને હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર (ઘુ) ગામના હોળીધાર વાડી વિસ્તારમાં રહેતા અંજનાબેન ગોપાલભાઈ ધોળકીયા (ઉ.વ. ૩૨) એ આરોપી નરશીભાઈ વાલજીભાઈ ધોળકિયા રહે. સજનપર (ઘુ) ગામ વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાજિના સસરા તથા આરોપીને એકાદ મહિના પહેલા ધાર્મિક વીધીના કાર્ય બાબતે બોલાચાલી ઝધડો થયેલ હોય જેનો ખાર રાખીને આરોપીએ ફરીયાદિની વાડીએ જઇને પોતાના હાથમાં રહેલ લાકડી વડે ફરીયાદિના સસરાને માર મારતા ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઇજા તથા શરીરે સામાન્ય ઇજાઓ કરી તેમજ ફરીયાદિને તથા ફરીયાદિના સસરાને મન ફાવે તેવી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular