Thursday, April 23, 2026
HomeMorbiગુંગણ ગામે પેટ કોક કોલસા ની ચોરીના કૌભાંડ અને બી ડિવિઝન વિસ્તારમાં...

ગુંગણ ગામે પેટ કોક કોલસા ની ચોરીના કૌભાંડ અને બી ડિવિઝન વિસ્તારમાં SMC ની દારૂની રેઇડ બાદ પોલીસ કર્મીઓની બદલી

Advertisement
Advertisement

મોરબીના ગુંગણ ગામે કોલસાના ગોડાઉનમાં SMC એ દરોડો પાડ્યો છે. જેમાં SMC ટીમે પેટ કોક કોલસાની ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડી છે. SMC ટીમે ૧૫૮૪ ટન પેટકોક કોલસો, ૫૦૦ ટન વેસ્ટ કોલસો સહિત કુલ ૩.૫૭ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ૧૨ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ૮ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. ત્યારે 11 જેટલા આરોપી ના રિમાન્ડ મંજૂર થયા છે અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં SMC એ દારૂની રેડ કરી હોય ત્યારે આ બંને કિસ્સાઓ બાદ મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ મથકોમાં પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.

ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં દારૂની રેડ કરી હતી જેમાં મોટો જેટલો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ મોરબી જિલ્લા પોલીસ વડાએ લાલ આંખ કરી છે અને પોલીસ કર્મીઓની બદલી કરી છે

સાથે મોરબી જિલ્લામાં સતત અલગ અલગ પ્રકારના ગોરખ ધંધાનું પ્રમાણ સતત વધી રહ્યું છે આ ઉપરાંત સતત વધી રહેલા મારામારી હત્યા લૂંટ અને ચોરી સહિતના ગુના સામે જાણે મોરબી પોલીસ ઘુટણીયે આવી ગઈ હોય તેમ આવી પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ જતા ખુદ સ્ટેટ મોનીટરીંગ સેલ ને મેદાનમાં ઉતરવું પડ્યું હોય તેમ એક પછી એક દરોડા પાડતા જિલ્લા પોલીસની આબરૂનું ધોવાણ થયું છે ત્યારે આજે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા સીટી બી ડીવીઝન પોલીસ મથક તેમજ તાલુકા પોલીસ મથકના એ એસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ તેમજ ડ્રાઈવર સહિતના 11 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular