HomeMorbiતેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી મોરબી માથી આશરે ૧,૯૩,૦૦૦/-...

તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી મોરબી માથી આશરે ૧,૯૩,૦૦૦/- ની કિમતના ૧૩ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી મૂળ માલિકને અર્પણ કરાયા

તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી મોરબી માથી આશરે ૧,૯૩,૦૦૦/- ની કિમતના ૧૩ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને મોરબી સીટી બી ડીવીજન પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના આપી હતી. તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના આપી હતી.

જે અંતર્ગત મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિહ બહાદુરસિંહએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ ૧૩ જેટલા આશરે ૧,૯૩,૦૦૦/- ની કિંમતના મોબાઇલો શોધી કાઢ્યા હતા. જે એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્રને મોરબી બી ડીવીઝન પોલીસે સાર્થક કરી બતાવ્યું છે.

આ કામગીરીમાં પો.ઈન્સ. એન.એ.વસાવા, પો.સ.ઈ. બી.એ.ગઢવી, પો.હે.કો. જગદીશભાઈ ડાંગર, પો.કોન્સ. પ્રદિપસિંહ ઝાલા, બ્રીજેશભાઈ બોરીચા, અજયસિંહ રાણા, દશરથસિંહ મસાણી, સંજયભાઇ લકુમ, રાજપાલસિંહ રામદેવસિંહ તથા પ્રિયંકાબેન પૈજા રોકાયેલ હતા.

RELATED ARTICLES

Most Popular