Thursday, April 23, 2026
HomeMorbi31 ડિસેમ્બર પહેલા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી...

31 ડિસેમ્બર પહેલા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

Advertisement
Advertisement

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આરોપી અજીતભાઇ બચુભાઇ બણોધરા ઉ.વ ૩૩ રહે મોરબી-ર કુબેર ટોકીજ પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસે મોરબી-ર વાળા આરોપીને પોતાના રહેણાક મકાન માથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ તથા સાઇઝની બોટલ નંગ ૧૮૯ જેની કિ.રૂ ૯૧,૪૬૭/- નો મુદામાલ તથા મોબાઇલ ફોન ૧ જેની કિ.રૂ ૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૯૬૪૬૭/- ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

ત્યારે બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એ ગઢવી, પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ઝાલા તથા બ્રિજેશભાઈ બોરીયા તથા અજય સિંહ રાણા તથા દશરથસિંહ મસાણી તથા સંજયભાઈ લકુમ તથા સંજયભાઈ રાઠોડ તથા મનોજભાઈ ગઢવી તથા પ્રિયંકાબેન પૈજા વગેરે દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular