HomeMorbiમોરબી જિલ્લાને ટેકવોન્ડો રમતમાં હોંગકોંગ ખાતે રમી આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવતા નવજીવન તથા...

મોરબી જિલ્લાને ટેકવોન્ડો રમતમાં હોંગકોંગ ખાતે રમી આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવતા નવજીવન તથા ન્યુ એરામાં અભ્યાસ કરતાં બાળકો

તા. ૨૭/૧૧/૨૦૨૪ થી તા. ૦૬/૧૨/૨૦૨૪ સુધી હોંગકોંગ મુકામે ટેકવોન્ડો રમતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં ૧૨૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો એ ભાગ લીધેલ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત સરકારે મોરબીમાં આવેલ નવજીવન વિધાલય તથા ન્યુ એરા સ્કૂલ ના ૩ વિધાર્થીઑની પસંદગી કરેલ. પસંદગી થયેલ ત્રણેય વિધાર્થીઓએ પોતાની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી મોરબીને ટેકવોન્ડોની રમતમાં આંતરરાષ્ટ્રીય ઓળખ સાથે મોરબીનું ગૌરવ વધારેલ આ માટે શાળા સંચાલક હાર્દિકભાઈ પાડલિયા તથા મોરબી જિલ્લાના રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ સાથે તથા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ડી.બી. પાડલિયા એ આ ત્રણેય બાળકોને રૂબરૂ મળી પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવેલ.

RELATED ARTICLES

Most Popular