HomeMorbiકુટણખાના ધારકો પણ બન્યા સ્માર્ટ, પોલીસ આવે તો દરેક રૂમમાં લાલ લાઇટ...

કુટણખાના ધારકો પણ બન્યા સ્માર્ટ, પોલીસ આવે તો દરેક રૂમમાં લાલ લાઇટ થાય, સામાકાંઠા ના ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ માં ચાલતા કુટણખાનાની પોલીસ થી બચવા અનોખી વ્યવસ્થા,છતાં બી ડિવિઝન પોલીસે સૂઝબૂઝથી કરી રેઇડ

મોરબી સિટી બી ડીવીઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર વિશાલ ફર્નિચર પાછળ આવેલ ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ સ્પામાં બહારથી રૂપલલનાઓ બોલાવી બોડી મસાજના ઓઠા તળે કુટણખાનું ચલાવવામાં આવતું હતું. જ્યારે બી ડિવિઝન પોલીસે ચતુરાઈથી ત્યાં એક ડમી ગ્રાહક મોકલ્યો હોય અને ત્યારે ત્યાં કુટણખાનું ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસની ટીમે દરોડો પાડી સ્પામાં નોકરી કરતા બે ઈસમો ભાવેશભાઈ હિમંતભાઈ કાતરીયા (ઉ.વ.૨૩) હાલ રહે. ક્રિસ્ટલ સ્પા મોરબી મૂળ રહે. જોલાપુર ગામ જી. અમરેલી તથા ભલાભાઈ રણછોડભાઈ ભીલ (ઉ.વ.૨૯) હાલ રહે. ક્રિસ્ટલ સ્પા મોરબી મૂળ રહે. હિન્ડોરના જી. અમરેલીવાળાની ધરપકડ કરી છે. તેમજ દરોડા દરમ્યાન રોકડ રૂ.૩૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૨ કિં રૂ. ૫૫,૦૦૦ મળી કુલ કિં રૂ. ૫૮,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત અન્ય એક શખ્સ પ્રશાંતભાઈ કેશુભાઈ કેશુર રહે. મોરબીવાળાનુ નામ ખુલતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત દરોડા દરમિયાન સ્પા ના રૂમમાં લાલ લાઇટ ચાલુ બંધ થતી હોય ત્યારે તેની પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે જો પોલીસનો દરોડો પડે તો મુખ્ય રિસેપ્શન ટેબલ પરથી સ્વીચ દબાવતા ની સાથે દરેક રૂમમાં લાલ લાઈટ ચાલુ બંધ થતી હોય છે જેથી તમામ ગ્રાહકો જે શરીર સુખ મળી રહ્યા છે તે વ્યવસ્થિત પરિસ્થિતિમાં આવી જાય..

RELATED ARTICLES

Most Popular