HomeGujaratઘુંટુ ગામ નજીક રસ્તે સગીરાને હડફેટે લેનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો 

ઘુંટુ ગામ નજીક રસ્તે સગીરાને હડફેટે લેનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો 

સાતેક દિવસ પૂર્વે મોરબીના ઘુંટુ ગામ નજીક રસ્તો ઓળંગી જઈ રહેલી સગીરાને હડફેટે લઈ ફૂટબોલની જેમ ઉછાળી અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારનાર કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગત તા.14ના રોજ મોરબીના ઘુટુ નજીક જીજે -36-એજે-6647 નંબરના કાર ચાલકે મોરબી માસીના ઘેર વેકેશનમાં આવેલ પડધરી ગામની રહેવાસી ઝરણા દિલીપભાઈ જાદવ (ઉ.વ.13) ને હડફેટે લઈ મૃત્યુ નિપજાવતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ઝરણાના પિતા દિલીપભાઈ નરસીભાઈ જાદવની ફરિયાદને આધારે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular