Wednesday, April 29, 2026
HomeGujaratમોરબી સાયબર ક્રાઇમ ટીમની વધુ એક સિદ્ધિ; સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ...

મોરબી સાયબર ક્રાઇમ ટીમની વધુ એક સિદ્ધિ; સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ કેકે.દરબાર, નિર્મલસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, મનોજભાઈ લકુમને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સાઇબર કોપ ઓફ ધ મંથ એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા

Advertisement
Advertisement

મોરબી સાયબર ક્રાઇમ ટીમની વધુ એક સિદ્ધિ; સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ કેકે.દરબાર, હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ રામસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, મનોજભાઈ લકુમને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સાઇબર કોપ ઓફ ધ મંથ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે જે સમગ્ર મોરબી પોલીસ માટે ગૌરવની ક્ષણ છે.

સાયબર ટીમે આધુનિક તકનિકના ઉપયોગથી ઓનલાઇ ફાઇનાન્સિયલ ફ્રોડના સાયબર ક્રાઈમના ગુનાના એક આરોપીની ઝારખંડ ખાતેથી ધરપકડ કરી છે તો ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાના તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજ્યના મળી 3 ગુના શોધી ટોટલ 12 એકાઉન્ટના 50 હજાર રૂપિયા ફ્રિઝ કરી રૂપિયા 80 હજાર રીકવર કર્યા છે ત્યારે આ ઉત્કૃષ્ટ કામગીરી માટે મોરબીની સાયબર ટીમને ‘સાયબર કોપ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

 

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular