HomeGujarat ઘોર કળિયુગ! માવતર બન્યા કમાવતર, મોરબીના વનાળીયા ગામે લાઇટ બંધ કરવા જેવી...

 ઘોર કળિયુગ! માવતર બન્યા કમાવતર, મોરબીના વનાળીયા ગામે લાઇટ બંધ કરવા જેવી નજીવી બાબતે પુત્ર અને પુત્રવધૂ પર પિતાએ કર્યો જીવલેણ હુમલો

છોરું કછોરું થાય એ કહેવત તો આપણે સૌએ સાંભળી જ હશે પરંતુ માવતર કમાવતર થાય એ સાંભળવું કેટલું અનિચ્છનીય લાગે! પણ આ કળિયુગ છે અને અહીં કઈ પણ શક્ય છે તેમ માવતર પણ કમાવતર બનતા વાર નથી લાગતી જેનું સ્પષ્ટ ઉદાહરણ છે મોરબી તાલુકાના વનાળીયા ગામે બનેલો કિસ્સો.

મોરબી તાલુકાના વનાળીયા ગામે મહિલાના સસરા ધારાભાઈએ એમના ઘરની લાઈટ બંધ કરી દેતા મહિલાના પતિએ તેમના પિતાને કેમ લાઇટ બંધ કરી દીધી? તેમ કહેતા તેના જ પિતાએ પોતાના સગા પુત્ર સાથે બોલાચાલી કરી ધોકાના ઘા ઝીંકી લીધા હતા. આ મારામારીમાં મહિલા બન્નેને છોડાવવા જતા ક્રૂર સસરાએ પુત્રવધૂને પણ ધાર્યાના ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી. તો અન્ય એકે દંપતીને ગાળો આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા ભાનુબેન રાજેશભાઈ અજાણા (ઉ.વ.૨૬) એ તેના જ સાસુ અને સસરા ધારાભાઈ ઘેલાભાઈ અજાણા રહે. વનાળીયા તથા મનીષાબેન વિરાજભાઈ ખાંભલા રહે. શનાળા ગામ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેના સસરા ધારાભાઈએ એમના ઘરની લાઇટ બંધ કરી દીધી હતી જે બાબતે તેમના પતિએ પિતાને કેમ લાઇટ બંધ કરી દીધી તેમ કહેતા પતિ સાથે બોલાચાલી અને ઝઘડો કરી લાકડીના ધોકાથી માર માર્યો હતો અને જ્યારે પુત્રવધુ વચ્ચે છોડાવવા જતા ઉશ્કેરાઇ જઇને ફળીયામાં પડેલ ધારીયાથી ઘરની લક્ષ્મી સમાન પુત્રવધૂને માથાના ભાગે તથા ડાબી બાજુના ખભાના ભાગે અને જમણા હાથમાં મારી ગંભીર ઇજા પોહચાડી અને આરોપીઓએ દંપતીને ગાળો આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular