Wednesday, April 29, 2026
HomeGujaratસાણંદથી થયેલી CNG રીક્ષા ચોરીનો આરોપી વિશી ફાટક નજીક ઝડપી પાડી

સાણંદથી થયેલી CNG રીક્ષા ચોરીનો આરોપી વિશી ફાટક નજીક ઝડપી પાડી

Advertisement
Advertisement

સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી CNG રીક્ષા ચોરીના આરોપીને વિશી ફાટક નજીક રીક્ષા સાથે મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળી હતી કે, એક નંબર પ્લેટવગરની શંકાસ્પદ CNG રીક્ષા વીશીપરા તરફથી વીશફાટક તરફ આવતી હોય જેથી વોચમાં હોય દરમિયાન નંબર પ્લેટ વગરની CNG રીક્ષા સાથે રજાકભાઇ રમજાનભાઇ મોવર (ઉ.વ.26) રહે.મોરબી વીશીપરા માતમચોક પાસે સલીમભાઇના મકાનમાં ભાડે મુળ રહે.વાગડીયા ઝાપા પાસે માળીયા (મી)વાળો આરોપી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે CNG રીક્ષાના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા આ રીક્ષા સાણંદ પોલીસ સ્ટેશનમાં (અમદાવાદ જીલ્લો) ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને બી.એન.એસ.એસ કલમ.૧૦૬ મુજબ કબ્જે કરી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular