મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રંગપર ગામે સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે, જે બાતમીને આધારે દરોડો પાડતા જીજે – 27 – ડીએચ – 6989 નંબરની રેઢી હાલતમાં પડેલી મારુતિ સ્વીફ્ટ કારમાંથી રૂ.2112 ની કિંમતની વિદેશી દારૂની 8 બોટલ મળી આવી હતી.
જો કે, આરોપી અંધારામાં નાસી જતા પોલીસે 3 લાખની કાર કબ્જે લઈ કાર નંબરના આધારે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.




