HomeGujaratમોરબીના સામા કાંઠે જાહેરમાં તીનપત્તી રમતા ચાર જુગારીઓ ઝડપાયા

મોરબીના સામા કાંઠે જાહેરમાં તીનપત્તી રમતા ચાર જુગારીઓ ઝડપાયા

મોરબીના સામાકાંઠે આવેલા માળીયા ફાટક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલા માળીયા ફાટક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો અયુબભાઇ હૈદરભાઇ માલાણી (ઉ.વ.35) રહે. હોટલ વિશાલાની બાજુમાં માળીયા તા.માળીયા (મી.), અનવરભાઇ અલ્લારખાભાઇ જેડા જાતે મીયાણા (ઉ.વ.34) રહે. માળીયા તા.માળીયા (મી.), ઇકબાલભાઇ મુસાભાઇ કટીયા (ઉ.વ.35) રહે. માળીયા તા.માળીયા (મી.), અકબરભાઇ હનીફભાઇ મોવર (ઉ.વ.21) રહે. માળીયા તા. માળીયાવાળાને રોકડ રકમ રૂ.1 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular